અંધશ્રદ્ધામાં તમે શ્રધ્ધા રાખો કે ના રાખો પણ તમારે તે જોઇને ખરેખર સાચે જ માનવું જ પડે છે..કે આમાં કંઇક તો છે જ સાચું.
રાજસ્થાનના કોઇ એક ગામના ખેતરમાં એક લીમડાનું ઝાડ હતું તમે તે જોઇને કદાચ સાચું જ માની લો કે તે લીમડાના ઝાડના થડમાંથી ખરેખર સફેદ દૂધ જેવો કોઇ પર્દાથઁ રેલાની માફક સતત નીકળતો જતો હતો..
આ જાણી ને જોઇને આખા ગામમાં વાત વાયુવેગે ફેલાઇ ગઇ કે ફલાણા ભાઇના ખેતરમાં ઉગેલ લીમડાના ઝાડના થડમાંથી દુધ નીકળી રહયું છે આ સાંભળીને આખુ ગામ આ નીકળતું દૂધ જોવા ટોળે ટોળા ઉમટી પડયા ને પછી તો સૈ એક સાથે દેવીદેવતાનો જય જયકાર કર્યો..ત્યારબાદ થડની બાજુમાં દિવા થયા, અગરબતી સળગી, નાળિયેર ફૂટ્યા, ને થોડીક ધુન પણ થઇ, જય જય શીવ શંકર...
આમ કયારેક આવા ચમત્કાર કયાં ને કયાં બનતા હોયછે. તે આપણે જોઇને તેને ખરેખર આવા ઉચ્ચ ટેકનોલોજીના આધુનીક જમાનામાં પણ માનવું જ પડતું હોયછે.
બીજો એક પ્રસંગ એવો પણ હતો કે એક બિહાર રાજ્યમાં એક ભાઇ ઉપર એક ચોરીનો આરોપ હતો ને તે ગામના પંચે એક નિર્ણય કર્યો કે તે ભાઇ ગામના દરેક માણસોની હાજરીમાં ઉકળતા તેલમાંથી પોતાના હાથ નાખીને અંદરથી પુરી કાઢે...!
પછી એક દિવસ ગામના સૈ લોકો નકકી કરેલ એક જગયા ઉપર એકઠા થયા ને પેલા ભાઇને પણ ત્યાં જ બોલાવવામાં આવ્યો પછી પેલા ભાઇએ આવીને શાન્ત ચિતે પોતાની બંન્ને આંખ બંધ કરીને બે મિનીટ તેના ઇસ્ટ દેવતાનું મનમાં મનમાં નામ લીધું ને બે મિનીટ પછી તેને ઉકળતા તેલમાં પોતાના હાથ નાખીને પુરી બહાર કાઢીને તેને ભાગીને પાછી તેજ તેલમાં હાથ નાખીને ફરી તેના ટુકડા અંદર જ નાખી દીધા...
ત્યારબાદ તેના હાથમાં પેલા ઉકળતા તેલની કોઇજ અસર દેખાતી ના હતી જાણે તેને કંઇજ કર્યુ જ નથી તેમ સામાન્ય હાથ દેખાતા હતા...
છેવટે પેલા ભાઇ સૈની વચ્ચે નિર્દોષ સાબિત થયા ને સૈએ તેમનો તેમજ માતાજીનો પણ જય જયકાર કર્યો...!
તો આને તમે થોડુક વિચારીને શું કહેશો! એક સાચે જ એક ચમત્કાર કે કરેલી કોઇ નજરબંધી!