શિવ નો શિવાય
"જે દુઃખી છે,જે રોગી છે જેનો નથી આ દુનિયામાં નાથ..
એની વ્હારે સદાય આવે મારો શંકર ભોળોનાથ."
"ભક્તો ઉપર હાથ એનો રાખી આપતો એ સદા આશિષ..
જગને બચાવવા હસતાં હસતાં પીધું જેને વિષ.."
"ગળામાં શેષનાગ અને જટામાં માં ગંગે કર્યા એને ધારણ..
એ બંને નાં પૂજ્ય હોવાનું મારો મહાદેવ પણ છે એક કારણ.."
"ત્રીજું નેત્ર ખોલે મહાદેવ તો ત્યાં બ્રહ્માંડ આખું ધ્રુજી જતું..
એનાં ચરણોમાં,દેવ અને દાનવ સર્વનું આપમેળે શીશ ઝૂકી જતું.."
"રુદ્રાક્ષ અને ભસ્મ છે જેનાં અતિપ્રિય અલંકાર..
ભજે એને જે એનાં દૂર થઈ જતાં બધાંજ વિકાર.."
સુખી રહેવાનો માર્ગ એક જ ભજી લે તું ભોળા શંકર..
ચટ્ટાન સમાં દુઃખ પણ લાગશે તને જાણે નાનો કંકર.."
"એ રુદ્ર છે..એ મહાકાલ છે.. એજ છે ત્રિપુરારી..
જેને નમે બહ્માજીથી લઈને લક્ષ્મીપતિ વિષ્ણુ મુરારી.."
નથી મળવાનો મુક્તિનો મારગ એની શરણોમાં ગયાં સિવાય..
તન અને મન બધું અર્પણ શિવ ને કરે આજે એનો ભક્ત શિવાય"
ૐ નમઃ શિવાય..
-જતીન.આર.પટેલ (શિવાય)