થેન્કયુ Nikunj Soni Justice Foodie
નિકુંજભાઇની પોસ્ટ પરથી #Hamadjuicecentre પર દુધીનો મિલ્ક શેક અને બનાના ખજુર મિલ્ક શેક પીવાની તીવ્ર ઇચ્છા હતી અને આજે તે અડધી પુરી થઇ. અડધી એટલે કે દુધીનો મિલ્ક શેક પતી ગયો હતો પણ બનાના ખજુર મિલ્ક શેક પીવાની મોજ આવી ગઇ.
ખરેખર બનાના ખજુર મિલ્ક શેક પીધા પછી અંતરનો ઓડકાર આવી ગયો હતો અને મન ખુશ થઇ ગયુ હતું. નીકુંજ ભાઇનું સજેશન પરફેકટ હતું.
બનાના ખજુર મિલ્ક શેકની કવોલીટી બેસ્ટ હતી. ટેસ્ટમાં બહુ ગળ્યો પણ નહીં અને મિલ્ક શેકની થીકનેસ પણ માપની. દિલથી બનાવેલો બનાના ખજુર મિલ્ક શેક પીવાની મોજ આવી ગઇ.
જો તમે અમદાવાદના આશ્રમ રોડ પરથી પસાર થતા હોવ તો ટાઉન હોલના સામેના કોર્નર પર જ Hamad juice centre આવેલું છે. એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર જવા મન થાય તેવુ જયુસ સેન્ટર છે.
દુધીના મિલ્ક શેક મને ના પીવડાવી શકવાનો અફસોસ જયુસ સેન્ટરના ચાચાના ચહેરા પર દેખાઇ આવતો હતો. તેમણે મને નેકસ્ટ ટાઇમ આવો ત્યારે જરુર પીવા મળશે તેવુ કહી બનાના ખજુર મિલ્ક શેક આપ્યો. આને કહેવાય કસ્ટમર માટેની ફિકર અને કસ્ટમરની વેલ્યુ. (જે બધા પાસે નથી હોતી)
Hamad juice centre પાસે ટુ વ્હીલર પાર્કિંગની થોડીક જગ્યા પણ છે અને બેસવા માટે પણ જગ્યા છે. કારમાં બેઠા બેઠા પીવાનો ઓપ્શન અને પાર્સલ લઇ જવાનો બેસ્ટ ઓપ્શન પણ છે જ.
Hamad juice centre માં દુધીનો મિલ્ક શેક અને ખજુર બનાના મિલ્ક શેક સાથે સાથે કોકોનટ, મેંગો,ચીકુ,સીતાફળ, સ્ટ્રોબેરી, ખજુર, કાજુ અંજીર,
ફ્રુટ સલાડ સાથે સાથે લસ્સી, ફાલુદા અને ઘણી બધી પીવાની નેચરલ પ્રોડકટ છે.
અહીંની ડસ્ટબીન પણ ખાસ પ્રકારની છે, સ્વચ્છ ભારત નો મેસેજ અને સફાઇ પણ પરફેકટ જોવા મલી.