"અભી ના જાઓ છોડ કે...યે દિલ અભી ભરા નહીં.." ગીતના શબ્દો ઘડીભર મનમાં પડઘા પાડી ગયા...!
"હજુ લગ્નના બે દિવસ જ થયા ત્યાં જ ડયૂટી પર જવા નીકળ્યા..?" નવપરણિત લાલ જોડામાં સજ્જ નિશાએ પોતાના મહેંદીથી સુશોભિત હાથે પતિ સૌહાર્દનો હાથ પકડી સવાલ કર્યો.
"બોર્ડર પર ક્રિટિકલ સિચ્યુએશન છે તો જવું જરુરી, આઈ'લ કમ સુન..!" જવાબ આપી સૌહાર્દ બોર્ડર પર જવા નીકળ્યા.
"અભી અભી તો આયે હો...અભી અભી હી જાઓગે..."ગીતના આગળના શબ્દો પડધો બની નિશાના મનમાં ગુંજી રહ્યો. દિવાલ પર શહીદ સૌહાર્દના હાર ચડાવેલા ફોટા સામે અશ્રુભરી આંખે શ્વેત વસ્ત્રોમાં સજ્જ નિશા તાકી રહી..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)