માટીના કાચા મકાન આગળ આજે ફરી મીડિયાકર્મીઓનો મેળાવડો જામ્યો. આ જ ઘરમાનો એકમાત્ર દીકરો આઠેક દિવસ પહેલા બોર્ડર પર શહીદ થયો, ત્યાર પછી આજે દુશ્મનોનો ખાતમો કર્યા પછી મીડિયાવાળાએ શહીદના ઘરડાં પથારીવશ પિતાને સવાલ કર્યો, "તમને આ કેવું લાગ્યું.?" માંડ ખાંસી બંધ થતાં પથારી પાસે ઉઘાડા રમતાં બે બાળકોની ભૂખી ચિત્કાર બંધ થતાં તેમણે જવાબ આપ્યો,"સારું લાગ્યું..!" કવરેજ લઈ મીડિયાકર્મીઓ ચાલ્યા ગયા, ફરી ઘર વેરાન બન્યું..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)