.... સાંભળ એ માણસ ....
તું જળ નહીં,
તરસ શોધ.... ને
ખુશી નું એક બહાનું,
સરસ શોધ....
તું પ્રેમ નહીં,
વિશ્વાસ શોધ.... ને
બે મન વચ્ચે,
મળતો પ્રાસ શોધ....
તું પ્રકાશ નહીં,
સવાર શોધ....
નવી પરોઢે સકારાત્મક,
નવા વિચાર શોધ....
તું શબ્દો નહીં,
તેના ઊંડાણ શોધ....
નયનથી વાંચે ને હ્રદયમાં ઉતારે,
એવા "મિત્રો" શોધ....