કશુ બોલ્યા વિના ચૂપચાપ બળું છું,
છુટા પડવાની એ આંચ પર ઉકળું છું.
એક હોંકારાની જ્યોત માટે તલસું છું,
જો ને તમસ અને તેજ વચ્ચે રઝડું છું.
વાત એ જ થઈ કે હવાની આવ-જા એ જીવું છું,
પતંગિયાની પાંખે રોજ બળતું ઓલવવા નીકળું છું.
કશું નથી કહેવું એવા વિનયમાં રહું છું,
તમને રોજ હવે બસ શમણામાં કેદ કરું છું.
રૂચિ કિંચિત દેસાઈ
પારડી