પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે
સ્પર્શ તો નથી પણ સ્પર્શનો એહસાસ છે.
મળતા બે હૃદય એકલતાની ધરી હેઠે,
જેવા મળે ધરતી અને આભ સદીઓથી જાણે સાથસાથ છે
પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે....
રહેતા ગુમસુમ ખુદની અંદર,
તોય સાંભળતા ભીતરના આત્માનો અવાજ છે
પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે....
સમય ના મળ્યો સાંભળવાનો એમને,
અને એ કહી ગયા તમારા મનની વાતો સઘળી મને સંભળાય છે
પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે....
દુનિયાની ભીડમાં ગોતી ગોતી થાક્યા અમે,
અને એ બેઠા છે આવી હૃદયના મંદિરીયે છુપાઈને
પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે
સ્પર્શ તો નથી પણ સ્પર્શનો એહસાસ છે
પ્રીતમાં ત્યાગ છે ત્યાગ છે વૈરાગ છે...
~રૂપલ સોલંકી.