હવે,
હસવું આવતું નથી
ને
રડવાનાય
ફાંફાં પડ્યા છે
વદીયે
ક્યાં જઈ હવે?
અભાવો
શ્વાસના છે
કે
છે સનમની વફાના!
અવસર
એમને પામવાના
ઉપાડીને રોજ ફરું છું
ને
છતાંય
જીવવાના સાંસાં પડ્યા છે!
મહોબ્બત
બીજું કંઈ નથી
ફૂલોના માત્ર જાસા છે,
કહેનાર
વીરલાઓ
સાવ સાચા પડ્યા છે!
એકલતાના
આકાશે
લટક્યો છું ક્યારનોય!
જઈશ હવે
હજું ઉપર,
હવે
હેઠે
આવવાનાય ફાંફા પડ્યા છે.
@અશ્ક રેશમિયા...!