? *દીકરી... !*
સાવ અચાનક જ
દીકરી યાદ આવી જાય
સૂકી આંખો માં
વરસાદ આવી જાય
ઘર ના ખૂણે ખૂણા માં
ટહુકતા એના ટહુકા
અદ્દલ અવાજ સાથે
યાદ આવી જાય
બંધ આંખો થી
નીરખું એનું બાળપણ
લાગણીઓ એનો
ધોધ વહાવી જાય
હતી ત્યાં સુધી
ખબર જ નહિ પડી
કે ખાલીપો એકલતા
કોને કહેવાય
ઘોડો બની ને બેસાડી દઉં
પીઠ ઉપર
ભલે ને બંને ઘૂંટણ
છોલાઈ જાય
લેવા જાઉં ઘાઘરા ચોળી
ને ચૂડીયો એની સાથે
બેસું જ્યારે પણ જમવા
અચૂક યાદ આવી જાય
પાણી તો એજ પીવડાવે
એ કેમ વિસરાઈ જાય
રોજ રોજ અચૂક
ફોન આવે છે
દિલ ને થોડી
રાહત થાય
જોયા કરું છું ફોટા એના
કેવી આંખોમાં સમાઈ જાય !! ?