વ્યસ્તતા....
કામની આ વ્યસ્તતા ભૂલકણા બનાવે...
કામની આ વ્યસ્તતા ઉતાવળા બનાવે...
કામની આ વ્યસ્તતા કામેય બગાડે...
કામની આ વ્યસ્તા દિનને દોડાવે...
કામની આ વ્યસ્તતા રાત્રી વહેલી લાવે...
કામની આ વ્યસ્તતા શ્વાસ ચઢાવે...
કામની આ વ્યસ્તતા કયારેક ઝઘડાળુ બનાવે...
કામની આ વ્યસ્તતા કોઈની ટીકાનું પાત્ર બનાવે...
કામની વ્યસ્તતા ક્યારેક અધૂરા પણ બનાવે...
કામની વ્યસ્તતા ક્યારેક અતિ થાકડા બનાવે...
કામની વ્યસ્તતા બેબાકળા ને ગરીબડા બનાવે...
કામની વ્યસ્તતા ક્યારેક દિવસ તો કયારેક રાતેય બગાડે...
કામની વ્યસ્તતા ક્યારેક મોં ચઢાવે તો ક્યારેક હાસ્ય રેલાવે...
કામની વ્યસ્તતા ક્યારેક પ્રેમ તો કયારેક ઘૃણાને પાત્ર બનાવે.
કામની વ્યસ્તતા સબંધો બગાડે ને ક્યારેક સવારે પણ..