બાબુ, ચાલને આપણે સપ્તપદી નાં વચનો ને પાછાં યાદ કરીએ,તું જીંદગીભર રહીશ ને મારી સાથે?.....
આપણે જીંદગી ની મુસાફરી બે સાથે કરીશું,જીંદગી ની પરીક્ષા માં પાસ થવા
માટે તું જીંદગીભર રહીશ ને મારી સાથે?......
આપણે એકબીજા ની ભુલો ને
નાદાનિયત સમજી ને એકબીજા નાં
દોષો ભુલી ને એકબીજા માં પોતાને ઓગાળી
દઈએ, તું જીંદગીભર રહીશ ને મારી સાથે?.....
આપણે પાછા પંખી બનીને ઉડી જઈએ બાબુ,
જોજે હા સમણાં નો માળો વિખરાઈ ન જાય,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે?........
ચાલ ને આપણે એકબીજા માં ખોવાઈ જઈએ,
એકવાર દિલ ના ધબકાર ને પણ સાંભળીને ચાલી એ તું જીંદગીભર રહીશ ને મારી સાથે ?.......
આપણે જુની યાદો માં ખોવાઈ જશું,બાકી ની એક એક પળ આપણે ને જીંદગી ની ખાસ બનાવશું.તું જીંદગીભર રહીશ ને મારી સાથે?........
તમે મારા સપનાં પુરા કરજો ને હું તમારા
તમે મારા શોખ અપનાવજો, ને હું તમારા,
તું જીંદગી ભર રહીશ ને મારી સાથે?.......
આપણે એકબીજા નો સહારો બનશું જોજો ,
ક્યારે ભગવાન ના ઘર ની ટીકીટ કપાય,પણ આપણે ત્યારે પણ અેકબીજાને નહીં કરીએ અડગા, તું જીંદગીભર રહીશ ને મારી સાથે?......
આપણે એકબીજા ની સાથે એટલી પ્રેમ ભરી મસ્તી કરશું કે ભગવાન પણ દેખાતા રહી જાય ને
કહે આ બે બાળકો મારા ભલે સાથે રહ્યાં,તું જીંદગી ભર રહીશ ને મારી સાથે?.......
આપણે લડી ઝગડી ને પણ
એક જ છત એક બેડ
પર રહીશું બોલો ને બાબું,
તું જીંદગીભર રહીશ ને મારી સાથે?.......
ચાલ ને સપ્તપદી નાં લીધેલાં
વચનો ને પ્રમાણિકતા
થી નિભાવી લઈએ તું
વચનો નિભાવવા માટે
તું જીંદગી ભર રહીશ ને મારી સાથે?........
શૈમી ઓઝા......