ઉંચે જોવા આભ મળ્યું છે
લહેરાવા મને આભ મળ્યું છે
ઉપર ઉઠવા આભ મળ્યું છે
દુ:ખ ખંખેરવા આભ મળ્યું છે
ઉગતા સુરજનું આભ મળ્યું છે
ગરજતા વાદળનું આભ મળ્યું છે
વરસતા જળનું આભ મળ્યું છે
રંગ બદલતું આભ મળ્યું છે
ધરાયા નથી ધરાથી તોયે
કેવું છલકતું આભ મળ્યું છે!
માનો તો સહિયારું
ન માનો તો અલાયદું
કેવું અનોખુ આભ મળ્યું છે!
ભાગે પડતું સૌને અહિં
પોતપોતાનું આભ મળ્યું છે
આમ જુઓ તો અર્વાચીન
પણ પાર ન પમાય એટલું પ્રાચીન
એવું મહાન આભ મળ્યું છે
ન મળે છેડો એનો અને
વળી કયાં કદી નાભ(મધ્યબિંદુ) મળ્યું છે?
રહસ્યોથી ભરપુર એવું આભ
મળ્યું છે
ભલે નથી નકકર પુરાવા એના હોવાના,
એવું આભાસી ખ્વાબ મળ્યું છે
આધાર વિનાનો આધાર અમારે
એવું અદ્રશ્ય આભ મળ્યું છે...
--ભ્રમિત ભરત
(ફોટો-ભરત)