કોફી
યાદ આવે છે એ પહેલી મુલાકાત
તારી સાથે ગાળેલી એ સાંજ...
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ
માથે પરસેવાની ધાર...
દિલની ધડકન દોડે લગાતાર...
હાથમાં કોફીનો કપ ધ્રુજતો અને
હૈયે ઊભરાય લાગણીઓ અપાર...
શબ્દો ન નીકળ્યા મુખમાંથી બહાર....
આખરે મળી નજર  
થઈ ગઈ સઘળી વાત.....
 કોફી પીવાનુ  બહાનુ  હતું ફકત..
એકબીજા ને પામવાની ઈચ્છા
 થઈ ગઈ વ્યક્ત...
ડો.સેજલ દેસાઈ
સુરત ?