"હેલો સાહેબ, ઘણા દિવસથી એક ટીપુંએ ચાખવા નથી મળ્યું....કાંઈ પૈસા...!" ફોનમાં માધવરાયે વિનંતી કરી.
"એક નવી સ્ટોરી લખી મોકલ, તો તરત કામ થાય..!"સામેથી જવાબ મળ્યો.
ફોન કટ કરી તરત માધવરાય નવી વાર્તા લખવા બેઠો. સામે છેડે વાત કરનાર નામાંકિત લેખકના ખંધા હાસ્યમાં પાછળ રાખેલા ઢગલો એવોર્ડઝ પણ શરમથી નીચું જોઈ ગયા..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)