પ્રેમ એક એવો શબ્દ છે કે જેને પ્રેમ થતો હોયછે તેમને ખબર હશે કે પ્રેમ થયા પછી શું શું થાયછે!
ના ચેનથી રહેવાય,ના શાન્તિથી નિંદર લેવાય,ના મન કોઇ કામમાં લાગે..બસ એવા જ વિચારો આવતા હોયછે કે મારો પ્રેમી કે પ્રેમીકા કયાં હશે! તે હાલ શું કરતી હશે!
આવી જ રીતે એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ થયો, પ્રેમ થયા પછી તેમનો અમુક સમય વીતી ગયા પછી તેઓએ લવ મેરેજ કર્યા..પણ એક સવાલ હતો કે તેમના બંન્નેના ઘરમાં આ મેરેજ માન્ય હતા નહી માટે તેઓ મેરેજ કર્યા પછી જુદા રહ્યા, અમુક સમયે પ્રેમીકાએ એક સુંદર બેબીને જન્મ આપ્યો..સમય વિતતો ગયો બેબી પણ હવે ધીરે ધીરે એક દશ વર્ષની છોકરી બની ગઇ હતી તે સ્કુલે પણ જતી હતી આ બાજુ પ્રેમીને દારૂની સોબત પડી ગઇ રોજ પીને આવે ને તેની પ્રેમીકા ને મારે..પછી તો તેમના જીવનમાં મોટા ઝગડા ચાલું થયા..માર ના સહેવાથી બંન્ને એક દિવસ છુટાછેડા લઇને અલગ થયા..છોકરી પ્રેમી લઇ ચાલ્યો ગયો..આ બાજુ પ્રેમીકા હવે એકલી પડી!
ફરી એક સમયે આ પ્રેમીકાના જીવનમાં બીજો એક છોકરો આવ્યો..બંન્નેનો પ્રેમ ફરી વધવા લાગ્યો..ત્યારબાદ આ તેમનો પ્રેમ એક વરસ સુધી રહ્યો..ત્યાં જ આ છોકરો તેના પ્રેમને શ્રદ્ધાંજલી આપીને વિદેશ ચાલ્યો ગયો..તેના ઘરમાં પણ લવમેરેજ શકય હતું નહીં, જો લવ મેરેજ કરે તો તે વિદેશ જઇ શકાય તેમ ના હતું તેથી તેને પ્રેમને બદલે વિદેશ જવાનું પહેલું પસંદ કર્યુ આમ ફરી પાછો પેલી પ્રેમીકાનો પ્રેમ બીજીવાર તુટી ગયો..પછી થોડોક સમય પ્રેમીકાએ એકલા જ રહેવાનું નક્કી કર્યુ થોડોક જ સમય તેનો પસાર થયો હશે ત્યાં જ તેના જીવનમાં ત્રીજો પ્રેમી આવ્યો..પછી તેને ફરી પાછા લવમેરેજ કર્યા..પણ પેલી પ્રેમીકાને હજી પણ બીક રહેછે કે ફરી તેના જીવનમાં આ આવેલો ત્રીજો પ્રેમી પણ કયારેક તેને તડછોડીને ચાલ્યો ના જાય!
બસ આવા પણ પ્રેમ કયારેક એકબીજાને થઇ જતા હોયછે, જે અતૂટ રહેવાને બદલે ગમે ત્યારે તુટી પણ જતા હોયછે.
સ્ટોરી ઘણી જ લંબાય તેમ હતી પણ અમુક જ મુદ્દા ધ્યાન માં રાખીને તેને સોર્ટ બનાવી દીધીછે.
સમજદાર કદાચ જલ્દી થોડામાં સમજી જશે..