*ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને .....*
*આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે*
☘????????
*(૧૧૦) રાયણ*
*રાયણ:celoy ironwood tree*
રાયણ મધ્યમ કદનું, ઘટાદાર સદાપર્ણી વૃક્ષ છે, જેનાં ફળ પણ સામાન્ય રીતે રાયણ તરીકે ઓળખાય છે.
?? *રાયણના વૃક્ષને થોડો સુકો વિસ્તાર પણ ઉગવા માટે માફક આવે છે. આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફુટની ઊંચાઇ સુધી વધી શકે છે. થડનો ઘેરાવો ૧ થી ૩ મીટર સુધીનો થઇ શકે છે.*
?? *રાયણના વૃક્ષના ફળને રાયણ કોકડી, રાયણાં અથવા રાણકોકડી કહે છે. એ ચીકુના કુટુંબનુ ફળ છે.*
?? *પાકાં ફળ પીળા રંગના ખૂબ જ મીઠાં, પૌષ્ટિક, ચિકાશયુક્ત દૂધથી ભરેલા અને સ્વાદિષ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. વૃક્ષ ખૂબ ખડતલ અને ટકાઉ હોય છે.*
?? *રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. હિન્દી ભાષામાં આ વૃક્ષને "ખિરની" કહે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં સેલોન આયર્નવુડ ટ્રી (Ceylon Ironwood Tree) કહેવાય છે.*
?? *રાયણના વૃક્ષની છાલ ચીકણી હોય છે. રાયણનાં ફળ કાચાં લીલા રંગનાં અને પાકી જાય ત્યારે પીળા રંગના હોય છે.*
?? *રાયણના સુકાઇ ગયેલા ફળોને રાણકોકડી કહે છે. રાણકોકડીનો ઊપયોગ ફરાળ તરીકે પણ કરવામાં આવે છે.*
?? *રાયણના ફળ ખૂબ જ પૌષ્ટિક છે. તેના ફળમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના તત્વો જોવા મળે છે.*
પ્રતિ 100 ગ્રામ
ભેજ - 68.6 %
કેલ્શિયમ - 83 મિલિગ્રામ
રિબોફ્લેવિન - 0.8 મિગ્રા
નાઇટ્રોજન - 0.5 મિગ્રા
ફોસ્ફરસ - 17 મિગ્રા
નીયાસીન - 0.7 મિગ્રા
કાર્બોહાઇડ્રેટ - 27.7 %
આયર્ન - 0.9 મિગ્રા
ચરબી - 2.4 %
થાયામીન - 0.07 મિગ્રા
વિટામિન સી - 16 મિગ્રા
શક્તિ- કેલરી - 134 કેલરી
?? *રાયણ સ્વાદે મીઠી સહેજ તૂરી તાસીરે ઠંડી પચવામાં ભારે ,ચીકણી ઝાડાને બાંધનાર ત્રિદોષનાશક અને પથ્થ છે.તે બળપ્રદ અને પોષક છે.*
?? *રાયણના પાનનો રસ પીવાથી શ્વેત પ્રદર મટે છે.*
?? *મોંના કાળા ડાઘદૂર કરવા રાયણના પાન દૂધમાં પીસી તેનો લેપ કરવો.*
?? *રાયણનું દૂધ દાંતનો દુ:ખાવો મટાડે.*
?? *રાયણનું બી ઘસીને વિંછીંના દંશ સ્થાને લગાડવાથી વિંછીંનું ઝેર નરમ પડે છે.*