@@@ અણું માં ઘણું...
(A micro story)
"ભગવાન..."
પ્રવીણાબેને એમના ત્રીજા ધોરણમાં ભણતા દીકરા પરીક્ષિત ને કહ્યું...
"બેટા... લે આ થાળ. મંદિરે જઈ ભગવાનને ધરાવતો આવ..."
પરીક્ષિત થાળી લઈને ઘેરથી નીકળ્યો અને અડધો કલાક પછી ખાલી થાળીએ ખુશ થતો થતો પાછો આવ્યો...
અને પોતાની મમ્મી પ્રવિણાબેનને કહ્યું...
"મમ્મી મમ્મી... ભગવાન મંદિરની અંદર નઈ પણ મંદિરની બહાર ઢાળીયા માંજ મળી ગયા... પણ મમ્મી ભગવાને તો આજે ફાટેલા અને થિંગડાવાળા કપડા પહેર્યા હતા...!!!"
- અલ્કેશ ચાવડા "અનુરાગ"
Download શબ્દ સંજીવની, to read latest update
Android:- https://goo.gl/eG8aKD