તમે જયારે ટુ વ્હીલર ચલાવતા હો તો તમે નથી જાણતા એ કે તમારી પાછળ કોઇ પુર ઝડપે આવી રહ્યુ છે! તમે જે જગ્યાએ જાવ છો તે જગ્યાએ તે પણ તમારી પાછળ એક પડછાયા રુપે તમારો પીછો કરી રહ્યુ છે.
શું તમે જાણો છો કે તે કોણ છે!
એ છે તમારું મોત લેવા આવેલ યમદુતછે. કારણકે તમે હેલ્મેટ નથી પહેર્યું!
આમાં જરાય હસવાની જરુર નથી...હો.
કારણ કે તમે જયારે ટુ વ્હીલર ચલાવતા હો ત્યારે તમે હેલ્મેટ પહેરતા જ નથી ને જયારે કોઇ સામાન્ય એકસીડન્ટ થાયછે ત્યારે તમારી જીંદગી સલામત હોતી પણ નથી..કયારેક બચી પણ જવાય છે તો કયારેક મરી પણ જવાય છે.
સુરતમાં રહેતી ને ફેશન ડિઝાઇનનું કામ કરતી એક સુંદર સુશીલ નામે જાનવી એક દિવસ રોજબરોજની જેમ પોતાનું હોન્ડા એકટીવા લઇને જતી હતી ત્યારે રોડ ઉપર એક નાનો ને એક સામાન્ય એકસીડન્ટ થયો..પણ એ એક સામાન્ય ગણાતો એકસીડન્ટ તેના માટે ગંભીર સાબીત થયો! કારણકે તે એકટીવા ઉપરથી પડી જવાથી માથાંના પાછળના મગજમાં નાની ઇજા થઇ મગજને થોડુક નુકસાન થવાથી તેનું મગજ બ્રેઇન ડેડ થયું આથી તેના શરીરના દરેક અંગો કામ કરતા ઓછા થયા પછી તો આમેય તેનું મરણ તો નક્કી જ હતું તેથી તેના સેવાભાવી માતાપિતાએ તેના છ અંગોનું દાન કર્યુ.
આંખો,કિડની,લીવર,હ્રદય, તેમજ બે અન્ય.
તો શું આપણે જાતે જ મોતને બોલાવતા નથી!
અત્યાર સુધી જે કોઇ ટુ વ્હીલરના એકસીડન્ટમાં માથાને ઇજા થવાથી મરણ પામ્યા છે તેઓ એ જો તે સમયે હેલ્મેટ પહેર્યા હોત તો આજે ઘણા ખરા લોકો જીવીત હોત...
માટે હેલ્મેટ કાયમ પહેરો ને જીવને કાયમ બચાવો.