બસમાં બારી પાસે બેઠેલા કોઈ અજાણ્યા ભાઈનો હાથ વારંવાર મારી તરફ ઢળી પડતો....ઘણું ઇરીટેશન થયું....શું સમજતા હશે આ પુરુષો..? હવે હું ગુસ્સે થઈ બોલવા જ જતી હતી ત્યાં જ આવેલા સ્ટેશને ઉતરવા તે ભાઈને બીજા ત્રણ ચાર પેસેન્જર્સે હેલ્પ કરી...એક તરફ પેરેલાઈઝડ ભાઈ માંડ માંડ નીચે ઉતર્યા....કોઇને જજ કરવું કેટલું સરળ છે તે વિચારે હું બારી તરફ વળી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી)