સખી
સખી! ચાલને થોડું જીવન માણી લઇએ !
તું આ ઘરેડમાંથી બહાર નીકળી તો જો !
સખી ! ચાલને થોડું પોતાના માટે પણ જીવીએ !
તું આ નજરથી પણ વિચારી તો જો !
સખી ! ચાલને ફરીથી બાળક બની જઈએ!
તું બે ઘડી ફુરસદ ની મજા માણી તો જો !
સખી ! ચાલને ફરીથી સંતાકૂકડી રમીએ !
તું સંસારના દુઃખોને થપ્પો મારી તો જો !
સખી ! ચાલને આજે નિરાંતે હીંચકે બેસીએ !
તું એને સંગ પોતાને હળવી કરી તો જો !
ડો.સેજલ દેસાઈ
સુરત ?