આંખોમાં આવ્યું એક સપનું રુબરુ,
રંગાયું મન મારું જાણે હૂબહૂ...
મારા મનનાં પાના પર લખતી જાઉં છું,
ખુદને હું બસ તારી કરતી જાઉં છું...
મનગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે...
લાગણી સ્નેહની મલકાતી હવે,
ચાંદની સ્મિતમાં છલકાતી હવે...
પ્રિતનું ગીત તું ગાયા હું કરું,
રુહનું નૂર તું કાયા હું બનું...
મનગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે...
રેતીના દરિયામાં પગલાં હું કરું,
મૃગજળના આકારે આવી હું મળું...
નસ નસમાં ધસમસતું ઉમટ્યું આજે પૂર,
તુંજ માં હું મુજમાં તું થઈ જઈએ ચકચૂર...
મનગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે...