શિયાળાની ઠંડી સમાન થીજેલા જીવનમાં
લાગણી ભર્યા બે બોલ ગરમાટો લાવે !
ઘડિયાળ ના કાંટે દોડતા યંત્રવત જીવનમાં
સ્નેહભરી એ મુલાકાત થાક ઉતારે !
ધોમધખતા તડકાથી ત્રસ્ત જીવનમાં
પ્રેમભરી મીઠી નજર ઠંડક પ્રસરાવે !
ઝંઝાવાતી પવન થી ડોલતા જીવન માં
એના હોવાનો અહેસાસ સ્થિરતા અપાવે !
ડૉ.સેજલ દેસાઈ ?