રાધા નું મન શાને વિહ્વળ બન્યું છે આજ ?
શ્યામ, તને મળવાની છે એને આશ ?
તું તો છે અંતર્યામી , ભાળે સૌના દિલ ની વાત;
પછી,શાને હોય તું મારા ભાવથી અજાણ ?
તું તો કહેવાય જગતનો તાત,
શું હું નહીં આ જગતનો જ એક ભાગ ?
તને ઝંખે ભલે ને ગોપીઓ તમામ ,
આ રાધા ની પ્રિત શું એળે જાય આમ ...
ડૉ.સેજલ દેસાઈ