આજે કોઇપણ વ્યકતી આપણને ગમે તેમ બોલશે તો આપણે કદાચ સાંભળી લઇશું પણ જો તે આપણા માતા પિતા વિશે ગમે તેમ બોલશે તો આપણે ગુસ્સે થઈ ને તરત જવાબ આપી દઇએ છીએ.
એવું કેમ આપણે કરીએ છીએ કારણકે દરેક ને પોતાના માતા પિતા ઉપર અપાર પ્રેમ હોયછે તેઓ આપણને જન્મ આપનારા આપણા જન્મ દાતાછે. ને આપણે તેમને બેહદ પ્રે..મ કરીએ છીએ.
તેથી આપણે તેઓના પ્રત્યે ગમેતેમ સાંભળી શકતા નથી.
તેવી જ રીતે જો કોઇ બીજા જ દેશની વ્યકતી આપણા ભારત દેશ વિરુદ્ધ બોલે તો પણ આપણે સાંખી લેતા નથી ને તરત જવાબ આપી દઇએ છીએ કે જા...જા અમારો ભારત એવો નથી, તમારો દેશ એવો હશે.
ખરેખર આ એક આપણા દિલમાં રહેલો સાચો પ્રેમ બોલે છે ભારત દેશ અમારો છે અમે આ ધરતી ઉપર જન્મ લીધો છે માટે એને સાચવવો તેમજ તેની હરહાલતમાં રક્ષા કરવી એ અમારો ધર્મ છે.
જો આમ આજના લોકો સમજતા થશે તો દુનિયામાં કોઇ જ દેશ એવો નથી કે તે ભારત દેશ ઉપર ખરાબ નજરે જુએ!
કયારે આવું વિચારીશુ કે અમારા ટુકડા થશે પણ અમારા ભારત દેશના ટુકડા કયારેય નહિ થવા દઇએ.
હિન્દુ મુસલમાન શિખ...
દરેક અમારા જ ભાઇઓ છે સાથે મળીને અમે અમારા દેશની રક્ષા કરીશું તેનો વિકાસ કરીશું તેને સ્વચ્છ બનાવીશું સંપીને સાથે મળીને રહીશું શાન્તિ એજ અમારો પહેલો મંત્ર છે.
જો દેશના દરેક જણ આમ વિચારતા ને પાલન કરતા થશે તો દુનીયાની કોઇ તાકાત આપણને હરાવી નહી શકે.
પણ એના માટે આપણે એક થવાની જરૂર છે ભૂલવું પડશે કે હું હિન્દુ છું ને તું મુસલમાન છે સૈ એક છીએ ને સૈ ભારતવાસીઓ છીએ.
બસ જો આવા વિચારો આપણા મન ને દિલ માં રમતા થશે તો ઉપર ભગવાન કે અલ્લા પણ એટલો જ ખુશ આપણી ઉપર થશે.
શું કામ એવું વિચારવાનું કે, આ અમારું મંદિર ને તે તમારી મંઝીદ..! માથું જયાં નમે તેજ આપણા અલ્લા..ને..ભગવાન રામ કહો કે રહીમ બધું જ એક જ તો છે.
જુદા તેઓને આપણે જ પાડ્યા છે તો એક આપણે જ કરવા જોઈએ.
નીચે આપણે છીએ ને ઉપર દુનિયાને ચલાવતો ફકત એક કુદરત જ છે, બીજું કોઇ જ નથી.