હજી શોધું છું...
વર્ષોથી બંધ એ બારણામાં એક
ચહેરો ખાસ શોધું છું..!!
જીવી ગયો જે પળ એનો
મધુર એહસાસ શોધું છું..!!
અધખુલ્લા બારણામાંથી કરેલા
એના ઈશારા શોધું છું..!!
હોઠ પર આવીને રહી ગયેલા
શબ્દોના પ્રાસ શોધું છું..!!
એની આંખોમાંથી છલકાતી
લાગણી શોધું છું..!!
એના નરમ સ્પર્શમાં રહેલી
એ હૂફ શોધું છું..!!
એની નીતરતી ઝુલ્ફોની
ભીનાશ શોધું છું..!!
એના શ્વાસની મહેક હજીએ
આસપાસ શોધું છું..!!
એના છેલ્લા પત્રમાં લખેલા કારણોના
તારણ શોધું છું..!!
આંસુથી ખરડાયેલા પત્રમાં હજી પણ
એક આશ શોધું છું..!!
ઝાંકળ અને પર્ણનો ક્ષિતિજે
અનંત સાથ શોધું છું..!!
હજી પણ, કોરી પાંપણે એ બારણામાં
એના અસ્તિત્વને વારંવાર શોધું છું..!!