પહેલા તો ભારત દેશની રક્ષા કરનાર તેમજ દેશ માટે પોતાના જીવની પણ પરવા નહી કરીને દેશ માટે તેમનો કિમતી જીવ આપીને શહીદ થઈ જનાર તે દરેક વીર સૈનિકોને મારા કોટી કોટી વંદન
...કહેવાય છે ભગવાનને આજીજી(પૂજા પાઠ આરતી) કરવાથી સઘળું પ્રાપ્ત થાયછે..કદાચ સાચી વાત હશે ને છે પણ ખરી.
પણ આપણા દેશ માટે..આપણા પોતાના માટે સાચા ભગવાનો તો આ વીરો છે કે પોતે નહી સુવીને આપણને સુવાડેછે..પોતે અધુરું જમવાનું મુકીને આપણને શાન્તિથી ખવડાવે છે..પોતે ઠંડી વેઢીને આપણને બંધ બારણે સુવાડેછે..પોતે તાપ વેઢીને આપણને એસી રુમમાં સુવાડેછે..પોતાનું લગ્ન જીવન ભાંગીને આપણને લગ્નના માંડવે બેસાડે છે.
માટે આપણા સાચા ભગવાન તો આ વીર જવાનો સૈનિકોછે
છતાંય આપણે નાના મોટા મંદિરમાં જઇને ઘંટોના અવાજો કરીએ છીએ..કે હે ભગવાન અમારી રક્ષા કરો..આપણી સાચી રક્ષા કરનાર તો આ લોકો જ છે...ભગવાન તો આપણને દુ:ખમાંથી થોડીક શાન્તિ જ આપે છે. બીજું કંઇ નહિ.
પણ સાચા ભગવાન તો જીવતા જાગતા દેશની સરહદે રક્ષા કરતા આ જવાનોછે.જે આપણા માટે પોતાના શરીરમાં થી લોહીની નદીઓ વહેડાવેછે
સમજાય તો ઠીક નહિં સૈને તો જય શ્રી કૃષ્ણ.