જોગણ
હું બની ગયી તારા પ્રેમ માં પાગલ,
શ્યામ, હવે તો મારો કર સ્વિકાર !
મેં પહેરી લીધી છે તારા નામની પાયલ,
શ્યામ,હવે તો રાસની રમઝટ બોલાવ !
મહેંકી રહ્યું મારું આંગણું સંગ પારિજાત,
શ્યામ, હવે તો મારે આંગણે પધાર !
જોગણ બની ફરું ,પુકારુ તને પરમેશ્વર,
શ્યામ , હવે તો તારા દિલમાં સમાવ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?