ઘરમાં ખુશી કયારે આવેછે કે જયારે પોતાના ઘરમાં એક નાના બાળકનો જન્મ થાયછે ત્યારે માતા પિતાને અપાર ખુશી થતી હોય છે પણ તેની વધું ખુશી તેની માતાને જ થતી હોય છે કારણકે તેને એક પ્રેમાળ બાળકને પોતાની જ કુખે જન્મ આપ્યોછે.
ત્યારબાદ પછી તેના બાળકને તે સારી રીતે ઉછેર કરીને ભણાવે છે કે જેથી તે તેના જીવનમાં ખુબ ખુબ સુખી થાય ને માતાપિતાએ આપેલા ભોગના બદલાને તે હંમેશા યાદ રાખે.
આવી કંઈક આશાઓ તેના માતાપિતા રાખતા હોયછે
પણ તેમને કયાં એવી ખબર હોયછે કે જે છોકરાને મે એક સારી આશાઓ સાથે ઉછેર્યોછે ને ભણાવ્યોછે તે એક દિવસ એક ખૂનખાર આતંકવાદી બનશે!
ને જયારે પછી તે આતંકવાદી બને છે ત્યારે તે એવું સમજે કે આખી દુનિયા મારીછે ને હું ગમે તેને મારી શકુ છુ લોકો મારાથી બીતા હોયછે...
ને જયારે તેના માબાપને આવી ખબર પડે છે કે મારો છોકરો એક સારો મનુષ્ય નહી પણ એક આતંકી બન્યો છે ત્યારે તમે વિચાર કરો કે તેમના દિલમાં કેવી વેદનાઓ ઉપડતી હશે!
કેવી કેવી આશાઓ રાખી હશે! કેવા કેવા સપનો જોયા હશે! છેવટે તેમની દરેક આશાઓ ને દરેક સપનો એક ચુર...ચુર થતા નજરે પડેછે.
કાશ આને અમે તેના જન્મ વખતે જ મારી નાખ્યો હોત તો આ દિવસો જોવા ના પડત...
ને છેલ્લે તેના એ જ હાલ થાયછે કે જ્યારે તે તેનું આતંકી કામ શરું કરેછે ને તે બેમોત મરેછે.
શું આવી છે એક આતંકીની જીંદગી!
ભગવાને આપણને એક મનુષ્યનું શરીર આપ્યુ કે તમે તે પ્રાપ્ત કરીને એક સુખી જીવન જીવી શકો છતાંય તમે તેની કોઇ જ કિંમત ના સમજીની પોતાનું જીવન એક ગુનાઓમાં જવા દીધું છેવટે બંદુકની અસંખ્ય ગોળીઓથી તેને છીનભીન કરી નાખ્યું!
શું રહી તમારા એ શરીરની કિંમત! કે જે તમને તો કામ ના આવ્યુ ને એક જાનવર જેમ તેને તમે વિખેરાઈ જવા દીધું!
કાશ તમે એક સારી જીંદગી જીવી હોત તો આજે તમે હયાત હોત ને એક સારી ફેમીલી સાથે કયાં ને કયાંક જીવન જીવતા હોત...
કયારે સમજશે આજનો માણસ...!
છોડો..ભુલો..આવા બધા કામ.
સો વાર વિચાર કરો તમારો ને તમારા પ્રેમાળ ફેમીલીનો..
જીવન મળ્યુછે તો જરા મોજથી જીવી લો તમે આજ છો તો કાલે તમે નહીં પણ હો...તો જરા પ્રેમ સેવાથી જીવન જીવવાનો પ્રયત્ન કરી જુવો...દુનીયા બહુજ સુંદર છે તેને નજીકથી જોવાનો પ્રયત્ન કરો..એક સ્વર્ગ લાગશે.
શું મળ્યુ આમ જીંદગી જીવીને!
એક બંદુકની નિર્જીવ ગોળી..