આપણો ભારત દેશ ઘણો જ વિશાળછે તેની વસ્તી આશરે એકસોને ત્રીસ કરોડની પાર કરી ગઇછે દેશમાં ઘણી જ નાની મોટી સ્કુલો તેમજ કોલેજો આવેલીછે આજે ભણતરનું ઘણુજ મહત્વ લોકોને સમજાઇ ગયુંછે કે જીંદગી જીવવા માટે ભણતરની કેટલી જરુરછે તેમ લોકો સમજતા થયાછે ભલે માબાપ ના ભણેલા હોય પણ તેમને ના ભણેલાનો પસ્તાવો થતો જોઇને પોતાના બાળકોને પ્રેમથી તેઓ ભણાવતા હોયછે કે જેથી તેમના જેવી દુ:ખી જીંદગી તેમના બાળકોની ના થાય તેઓ ભણી ગણીને એક સારી જીંદગી જીવી શકે તેમની જીંદગીમાં કયારેય ભણતરની કમી ના રહે. દરેક માતાપિતાનો આવો એક સારો વિચાર હોયછે કે અમે વધું ના ભણ્યા ને હાલ અમે ભણ્યા વગર દુ:ખી જીંદગી જીવી રહ્યા છીએ તેમ તેઓ પણ અમારી જેમ ભવિષ્યમાં કયારેક દુ:ખી ના થાય..
દરેક માતાપિતાના આવા વિચારો સારા ગણી શકાય પણ શું ભણ્યા પછી પણ નોકરીઓ મળે છે ખરી! આજે દેશમાં ગણો મોટો યુવાન વર્ગ છે કે તેઓ ભણ્યા પછી પણ બેકારી જીવન જીવી રહ્યો છે. નોકરીઓ મળેછે પણ તેમને અનુકુળ થાય તેમ મળતી નથી ને નાના પગારવાળી નોકરીઓ તેમને કરવી ગમતી નથી અથવા તો નાના પગારમાં આજના જમાના પ્રમાણે વૈભવીશાળી જીવન જીવાય નહી!
બસ આમને આમ પોતાના દુ:ખી દિવસો પસાર કરી રહ્યા છે ને પછી તેમની ઉંમર પણ વધતી જાય છે ત્યાર બાદ નોકરીઓ પણ કોઇ એવી મળતી નથી ને લગ્ન માટે છોકરીઓ પણ સહેલાઇથી મળતી નથી
પહેલા એક નોકરીની ચિંતા હતી ને હવે લગ્ન માટે એક છોકરીની પણ ચિંતા વધી..
આજે દરેકને સરકારી નોકરીઓ જોઇએ છીએ કારણકે સરકારી નોકરીઓમાં પગાર તગડા મળતા હોયછે ને બીજું પછી આઘુપાછુ કરાય તે અલગ..
આજે કોઇપણ એક સરકારી નોકરીની જાહેરાત હોય તો તેની પરીક્ષા આપવા લાખો યુવાનો દેશમાંથી તુટી પડે છે પોતાના એક સારા ભવિષ્યનો વિચાર કરીને...
પણ તેમાંય અમુક નસીબદાર કે લાગવગ કરનારને જ તે નોકરી પ્રાપ્ત થતી હોયછે.
જેમ કે રેલ્વે, રોડ, એસટી, પોસ્ટ, બેંક અથવા ફાયર બ્રિગેડ કોઇ પણ સરકારી ખાતા હોય ત્યારે આજનો યુવાન વર્ગ નોકરી મેળવવા લાઇનો લગાવી દેતો હોયછે ત્યારે આપણે તે લાઇનો જોઇને જરા વિચાર કરીએ છીએ કે કેટલી બેકારીછે આપણા દેશમાં!
શું આપણા ભણતરની આટલી જ કિંમતછે દેશમાં!કે નોકરી મેળવવા આપણે લાઇનોમાં ઉભું રહેવું પડે છે!
આ જોઇને આપણું મન જરા દુ:ખી થાયછે.
ઉછીના પૈસા લઇ ને કે કોઇ પોતાની માલમિલકત વેચીને જયારે પોતાના છોકરાને ભણાવ્યો હોય...