જ્યારે તું
.............
શબ્દોમાં છે લાગણી ને લાગણીમાં.. હું..
હું છું તુજમાં, બસ બીજું એથી તો વધુ શું..?
ધબકારા હૈયાના ને ધઢકનમાં ધબકે તું,
હું ના મુજમાં ને સર્વ વ્યાપી એવી બસ એક તું,
હું છલકાતો રહ્યા શબ્દોમાં નીચોવી નિજ ને,
અક્ષરોમાં ભીના કાગળ પર લાગણી, દર્દ અને મળી તું,
સઘડી યાદો ને યાદોમાં એક મુસ્કુરાતો ચહેરો,
હોવ ઉદાસ પણ, દેખતા સમણામાં તુજને થાવ પ્રફુલ્લિત હું,
સ્પંદન પણ કંપતા રહ્યા જ્યાં ઉગી સોનેરી ઠંડી અજવાળી રાત,
ફર ફર ફરકે તુજ લટ કેશ ને અચંબિત થયો હું,
રે શું છે આ ઇશ્ક મહોબત ને પ્રણય ના ખેલ લાગણીઓ કેરા,
રાખી સાફ હૈયું, હું પણ આમાં છળય ગયો છું,
છે નાટક બધાં ક્યાં કોઈ કોયનું નું રહ્યું અંહી ઓ '' ભમરા ''
ભૂલી જસે સર્વે લુછી આંખો થઈશ દફન જ્યારે તું,
............... ભમરો