જ્ઞાન
પાનખર સમાન જીવન માં વસંત મ્હેકી ઉઠી ;
જ્યારે મુજ અંતરે જ્ઞાન રૂપી પુષ્પ ખિલ્યુ !
પ્રગાઢ અંધકાર છવાયેલ જીવનમાં સુર્યોદય થયો;
જ્યારે મુજ ઉરે જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાયો !
દિશા હીન ભટકતા જીવન ને નવી દિશા મળી;
જ્યારે મુજ બુદ્ધિ ને જ્ઞાન રૂપી પથદર્શક મળ્યો !
હીનભાવનાથી પીડાતા જીવને નિજ રૂપ ઓળખાયું ;
જ્યારે મુજ અહમ્ ને જ્ઞાન રૂપી દર્પણ મળ્યું !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?