પ્રેમ , લાગણી અને હૂંફ
વિજ્ઞાનમાં ભણ્યા હતાં, જીવવા માટે હવા, પાણી અને ખોરાક આવશ્યક છે. ખોરાક વીના થોડા દિવસો અને પાણી વીના થોડાંક કલાકો જીવી શકાય પરંતું હવા વીના, શ્વાસ લીધાં વીના તો થોડીક ક્ષણો પણ દુષ્કર લાગે. પરંતું હુ આજે કંઈક જુદી જ વાત કરવાનો છું. હુ આજે માનવ મનની અંદરની વાત કરવાનો છું. અહિં મારે વાત જીજીવિષાની કરવી છે. ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરનારો વ્યક્તિનાં જીવનમા એવું તેં શું ખૂટતું હશે? કે, તે પોતાના જીવનનો અંત લાવે છે? કારણ કે તેનુ જોમ, તેનુ સાહસ, તેની જીજીવિષા પહેલા જ દમ તોડી ચૂકી હોય છે.
જીવવા ના જોમ વિના કે ચોક્ક્સ લક્ષ વિના જીવ મુંજાય છે. શ્વાસ પણ વ્યાકુળ બનાવે છે. દુનિયામાં એવો એકેય જીવ નથીં જે લાગણી ભૂખ્યો ન હોય. લાગણી તૂટે તો ભૂખ પણ છૂટી જાય, લાગણી તૂટે તો તરસ પણ બુઝી જાય. પ્રેમ વીના, હૂંફ વીના જીવવાનું જોમ ખૂટી પડે અને આવા જોમ વિનાનું જીવન તેલ વિનાના દિપક જેવું કોરું ધકોર લાગે. ઉમંગ, ઉત્સાહ અને આનંદ ખરી પડે. લાગણી તરસી આંખો આંસુ સારે, અને પ્રેમની ભૂખમાં વલખા મારે.
આ જીવનનું એક જ લક્ષ છે. પ્રેમ આપો, હૂંફ આપો. શુ ખબર સામેની વ્યક્તિ પ્રેમ અને હૂંફ માટે તલાસતી હોય. જે તમારે જોઈએ છે, એ સૌને જોઈએ છે. હૃદયની કુમાશ તમને ગમે છે તો તમે કઠોર થવાનું છોડી દ્યો. પ્રેમ ભરી વાતો તમને આનંદિત કરે છે તો કટુવચનોથી કોઈનું દિલ દૂભાવવાનું છોડી દેજો. પ્રેમ અને હૂંફ તમને વાલા છે ? જો હા, તો તમારી આસપાસના લોકોને પ્રેમથી તરબતર કરી દ્યો. હૂંફનું એવું તૌ સામ્રાજ્ય ફેલાવો તમારી ચારેબાજુ કે તમારો દુશ્મન પણ તમારાં સાનિધ્યમાં સંતોષની લાગણી અનુભવે.
જીવવા માટે જીજીવિષા જરુરી છે. અને તેનુ પ્રેરકબળ છે, પ્રેમ , લાગણી અને હૂંફ. આથી જો તમારે જોમથી જીવવું હોય તો, પ્રેમ સમર્પણ કરો, લાગણીને વહેવા દ્યો અને હંફનુ સામ્રાજ્ય સમગ્રતામાં ફેલાવા દ્યો.