~~~~~*** Merry Christmas !! ***~~~~~
” આજે તો તે રંગ રાખ્યો. આ ઉમરે પાંચ કલાક સુધી આમ કુદકાં મારવા કંઈ જેવી-તેવી વાત છે! આ લે, પૂરાં ત્રણ હજારને ઉપરથી ત્રણસો બીજા. જલસા કર.”
” થેન્ક યુ, સર. ગોડ આપકો ઓલવેસ હેપ્પી રખેગા. ”
“અરે, કોસ્યુમ તો ઉતારતો જા…સાંભળ, કાલે સાંજે ટાઈમે આવી જજે. ”
બારનાં ટકોરે ઘેર પહોંચવા પીટરે ઝડપ કરી.
* * *
” હેં બા, સાંતા હોય? “, નાનકાની આંખમાં વિસ્મય હતું કે આશંકા એ નક્કી ન થઈ શક્યું.
” યેસ માય સન. સાંતા પક્કા હોતા હૈ. સાંતા હી તુમે હમકો દિયા. અભી તુમ સો જાયેગા તો હીચ વો આયેગા. ”
નાનકાએ ફરી ઉંઘી જવાનો ડોળ શરૂ કર્યો ત્યાં જ ઓરડીનો દરવાજો ખુલ્યો.
લાલચટ્ટક કપડાં અને રૂપેરી દાઢી ધારણ કરેલાં સાંતા ક્લોઝ!
.. અને નાનકાના હાથમાં એક સુંદર બોક્સ!
“હેં બા, આ હુ હ? ”
” ઇટ્સ પ્લમ કેક. મેરી ક્રિસમસ માય સન. ”
” હેં બા, આ કેકમાં મેઠું હોય? ”
જેનીએ પણ મીઠી નજરમાં ખારાશ છુપાવતાં સાંતા સામે જોયું.
“ પીટર, આદમી કો દુસરે કો ચીટ કરને સે પેહલે ખુદકો ચીટ કરના પડતાં. તેરે સે નહી હોગા. ”
– પ્રિયંકા જોષી ‘પ્રેમપ્રિયા’