વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||
તુલસી :
લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં હોય છે. મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી)
યોગ
-તુલસી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે.
શરીરના વજનને નિયંત્રિત રાખવા માટે પણ તુલસી અત્યંત ગુણકારી છે. તેના નિયમિત સેવનથી ભારે વ્યક્તિનુ વજન ઘટે છે અને પાતળા વ્યક્તિનુ વજન વધે છે એટલે કે તુલસી શરીરનુ વજન સરેરાશ રીતે નિયંત્રિત કરે છે.
-તુલસીના રસના થોડા ટીપામા થોડુ મીઠુ ઉમેરી બેહોશ વ્યક્તિના નાકમાં થોડા ટીપા નાખવાથી તેને હોશ આવે છે.
-ચા બનાવતી વખતે તુલસીના કેટલાક પાનની સાથે ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને માંસપેશિયોના દુ:ખાવામાં રાહત અનુભવાય છે.
-બપોરે ભોજન પછી તુલસીના પાન ચાવવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.
-રોજ સવારે પાણીની સાથે તુલસીના 5 પાન ખાવાથી ઘણા પ્રકારની સંક્રામક બીમારીઓ અને મગજની નબળાઈઓથી બચી શકાય છે. આનાથી સ્મરણ શક્તિ પણ મજબૂત થાય છે.
-સેકેલા લવિંગ સાથે તુલસીના પાન ચૂસવાથી બધા પ્રકારની ખાંસીથી મુક્તિ મેળવી શકાય છે.
-તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી છાતીનો દુ:ખાવામાં આરામ મળે છે.
-તુલસીના રસને ચર્મરોગ પ્રભાવિત અંગ પર માલિશ કરવાથી દાગ, એક્જિમા અને અન્ય ચામડીના રોગથી મુક્તિ મેળવી શકાય છે.
-તુલસીના પાનને લીંબૂના રસની સાથે વાટીને પેસ્ટ બનાવીને લગાવવાથી એક્જિમા અને ખંજવાળના રોગોથી મુક્તિ મેળવી શકાય છે.
-તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસના ઈલાજમાં મદદ કરે છે. આ જ અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તુલસી વાપરવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં દેખીતો ઘટાડો થયો.
-એક અન્ય અભ્યાસમાં જણાયું કે તેનામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે લોહીમાં ગ્લુકોઝના સ્તરની જાળવણીમાં ફાયદો થાય છે.
-કીરણોત્સર્ગ (રેડીએશન)થી થયેલા વિષ વિકારો અને મોતિયા (મોતિબિંદુ) ઉપર પણ તુલસી ફાયદાકારક સાબિત થઈ છે.