*માધવ*
આજે વિહવળ થયું મન
માધવ તારી યાદમાં એટલે
હું ઘેલી થઈ આ મધુવનમાં.
તે કહ્યું હતું સાથ આપીશ હું તને
આ જનમ માં,
એટલે તારા સપના સજાવ્યા હતા
આ મનમાં..!!
તારી મોરલીના તાલે
રમવી હતી રાસલીલા
તારી સાથે આ મધુવનમાં.
એકાધિકાર રાખવો હતો મારે
આ જનમ માં,
તારી સાથે વરવાની વાત રહી ગઈ
આ મનમાં..!!
તારા પ્રેમરસમાં ભળી
ભીંજાવું હતું શ્રાવણમાં પણ
ઓરતા રહી ગયા આ મનમાં.
જન કલ્યાણ અર્થે ખોવાયો તું
આ જગમાં,
માધવના વિરહમાં ઝુરતી રહી હું
આ જીવનમાં..!!
તારું સ્વામીત્વ પામવા
તારામાં ભળી ને રહેવા
રાહ જોતી રહી જીવનમાં.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...