? *યાદ આવે છે* ?
કોલેજના એ દિવસોમાં આજે સ્કૂલની એ પળો યાદ આવે છે.
રસ્તા પર પસાર થતા આજે એ મિત્રોની યાદ આવે છે.
મિત્રો સાથેની એ મસ્તી આજે કોલેજના લેક્ચરમા યાદ આવે છે.
છેલ્લી બેન્ચે બેસીને કરેલી એ વાતો આજે કોલેજની પહેલી બેન્ચે બેસતા જ યાદ આવે છે.
કલાસ રૂમની અંદર બેસેલાના હાસ્ય નુ કારણ બનીને મોજ કરાવતા એ મોજીલા મિત્રો યાદ આવે છે.
ઘરથી સ્કૂલ સુધીના એ નિખાલસ હાસ્યો આજે એ રસ્તા પર પસાર થતા યાદ આવે છે.
સ્કૂલમાં કરવામાં આવેલા એ દરેક કાયક્રમો આજે રજાના દિવસોમાં યાદ આવે છે.
મિત્રો સાથે રમેલી એ રમતોનુ મેદાન આજે કોલેજના મેદાન ને જોતા જ યાદ આવે છે.
જયાં બેસીને કરેલો ટાઇમપાસ એ લાઈબ્રેરી આજે યાદ આવે છે.
સ્કૂલના એ દરેક પિરીયડો આજે કોલેજના લેક્ચરમા યાદ આવે છે.
ચાલુ કલાસ એ કોમેડી કરાવતા એ મિત્રોની મજા આજે યાદ આવે છે.
છેલ્લી બેન્ચ પર બેસીને બોલાવેલો એ 'હુરીયો' આજે યાદ આવે છે.
મંજિલનો એ સાચો માર્ગ બતાવનારા ગુરુજનો આજે યાદ આવે છે.
'કલાપી' સ્કૂલની આ "મોજ"આજે યાદ આવે છે.
*NIVU JAIN*