શિયાળો ચાલી રહ્યો છે...
સવાર ને સાંજ સખ્ત ઠંડી પડી રહી છે. લોકો રાત્રે બબ્બે રજાઇઓ લઇને સુઇ જાયછે. ઘરના બારી બારણા એકદમ ફીટ હોયછે. પણ જો એક નાની તીરાડમાંથી જરા જરા ઠંડી હવા અંદર આવતી હોય તો તરત આવેલી મીઠી નિદરમાં ભંગ પાડતી હોયછે...
ત્યારે જરાક ગુસ્સો પણ ઠંડી ઉપર આવતો હોયછે કે આ ઠંડી કેવી છે! કયારે પુરો થશે આ શિયાળો! ત્રાસ લાગે છે.
પણ શું થાય! સિઝન છે માટે તે તેનું કામ કરવાનીછે. જે કુદરતી હોયછે. એક પછી એક સિઝન તો આવવાની જ છે. બસ તેને માટે આપણે જ સજાગ રહેવાની જરુર છે.
પણ તમે એ વિચાર કર્યો ખરો કે જયારે તમે રાત્રે બે ગોદડીઓ ઓઢીને સુઇ જાવછો તે જ સમયે બહાર ફુટપાથ પર સુતેલા ગરીબ ને ભિખારીઓની શું હાલત થતી હશે! શું તેઓ પણ બે ગોદડીઓ લઇને સુતા હશે!
ના, તે આમજ પહેરેલા કપડે જ સુતા હોયછે.
કયાંથી લાવશે તે ઓશિકું! કયાંથી લાવશે તે ગોદડી! ને કયાંથી લાવશે તે શરીરે પહેરવાનું એક સ્વેટર!
હા આ ગરીબ ને ભિખારી લોકો આમજ ભગવાનના ભરોસે પોતાની રાત વિતાવતા હોયછે...મોટા તો ઠીક પણ તેમની સાથે રહેતા નાના બાળકો ઉપર શું હાલત થતી હશે! જરા કલ્પના કરો!
પણ એક સેવાભાવી સંસ્થાને થોડીક દયા આવી ને એક સારો વિચાર લઇને નવા બ્લેન્કેટોનું મફત વહેંચણી કરી.
જાતે ફુટપાથ ઉપર જઇને સુતેલા ગરીબ ભિખારીઓ ઉપર એક પ્રેમથી તેમની નિંદર તુટે નહી તે પ્રમાણે ઓઢાડીને એક સહાયતા કરી.
ધન્ય છે, આવા લોકોને તેમજ આ સેવાભાવી સંસ્થાઓને...
તો શું આપણે તેઓ માટે કંઇક ના કરી શકીએ! કરવાનું કંઇજ નથી બસ આપણું કોઇપણ એક જુનું સ્વેટર જે તમે ના પહેરતા હો અથવા નાના મોટી સાઇઝમાં પડતું હોય તો તે તમે પ્રેમથી આપી શકો છો ને પછી જુઓ તમને કંઇક આપ્યાનો કેવો સુખદ અનુભવ થાયછે! તે તમે જાતે જ જાણી શકશો.
એક દિવસની વાત છે...રાતનો સમય હતો શિયાળાની સિઝન હતી હું રેલ્વે બ્રીજ ઉપર પસાર થઈ રહ્યો હતો ને મારી નજર એક સુતેલા કાકા ઉપર પડી તે સખ્ત ઠંડીથી હાલી રહ્યા હતા બસ મને મન થયું કે લાવ આ કાકાને મારું જ સ્વેટર આપી દઉ. તરત મે મારા શરીરેથી ઉતારીને તેમના શરીર ઉપર ઓઢાડી દીધું ને હું ત્યાથી ચાલતો થયો...કાકાને કદાચ સવારે ખબર પડી હશે કે કોઇએ મને સ્વેટર આપ્યું. આમ તો મે ઘણા ગરીબોને જુના સ્વેટરો જતા આવતા આપ્યાછે ને હાલ પણ મારો સ્વભાવ આ પ્રમાણેનો જ છે
કારણકે મને કોઇને કંઇક આપ્યાનો અનેરો આનંદ મળેછે...?