ગીતા
આત્મસાત કર્યો જેણે ગીતા નો મર્મ;
તે વ્યક્તિના હો સદાય સારા કર્મ !
ખીલે કમળ જ્ઞાન રૂપી, ભાંગે ભેદ ભ્રમ;
જળકમળવત્ રહી શકે તે ,જે પણ ઘટના ક્રમ!
શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેવા એ ચાહે કાયમ ;
હવે તો બસ આ જ નિયતિ અને આ જ ધર્મ !
ઉન્નતિ થાય આત્મા ની જે પાડે આ નિયમ;
ભવસાગર પાર કરી જાય , જીવન માં રાખે સંયમ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?