વેપારી લોકો દરરોજ પોતાની દુકાનના રોજમેળ લખતા હોયછે, કે કેટલું વેચ્યું ને કેટલા મળ્યા. એટલે કે તેની આવક ને જાવકનો હિસાબ.
તેમ આપણે પણ આ પ્રકારનો રોજમેળ લખવો જોઈએ કે આજે આપણે કોઇની પાસેથી કેટલું લીધું, ને આપણે બીજાને કેટલું આપ્યું! આવો પણ એક પ્રકારનો હિસાબ રાખીશું ને તો આપણને પણ દરરોજ ખ્યાલ આવશે કે આપણું લેવાનું પલ્લુ ભારે છે! કે આપવાનું પલ્લુ ભારે છે! આની ઉપરથી જ આપણને આપણો લેણદેણનો જલદી હિસાબ મળી શકે છે.
જો તમારે વધું પુણ્ય કમાવવુ હોય તો આપવાનું પલ્લુ ભારે રાખવું પડે ને જો તમારે વધું પાપમાં પડવું હોય તો લેવાનું પલ્લુ વધારે નમતું રાખવું પડે.
પણ પાપનું પલ્લુ કોઇપણ ભારે ના થવા દે, તેવી જ રીતે આપવાનું પલ્લુ પણ કોઇ ભારે થવા દેતું નથી કારણકે વધું લોકોને આપવા કરતાં લેવામાં વધારે રસ હોયછે. કારણ કે તે કયારેક મફતમાં પણ મળી જતું હોયછે. ને આપવા માટે મન કયારેય રાજી થતું નથી. કારણકે તે ઓછું થાયછે.
માણસ કયારેક ખાવામાં પણ એવું જ કરતો હોયછે. કોઇ ખાવા માટેનું આમંત્રણ આપે તો આખું ઘર ખાઇને આવશે ને જયારે તેને ખવડાવવાનો વારો આવશે તો ગણી ગણીને નામ લખશે. જેનું નથી ખાધું તેને બોલાવશે ને જેનુ ખાધુ છે તેને તે ભુલી જશે!
આ છે આપણો એટલે કે આજના માણસનો સ્વભાવ.
ઓછું આપો પણ આપો જરુર ને લો પણ જેટલી તમારી જરૂરીઆત છે તેટલું જ લો.