મારીલાગણીઓનું પ્રતિબિંબ ઝીલે એવું કોઈ દર્પણ
શોધું છું ;
એ દર્પણ સદાય અખંડિત રહે તેવું ઈચ્છું છું...
મારા સપના હકીકત બને એવું કોઈ વિશ્વ શોધું છું ;
એ વિશ્વ સદાય અવિનાશી રહે તેવું ઈચ્છું છું...
મારા વિચારો ને વહાવે એવું કોઈ વહાણ શોધું છું ;
એ વહાણ સદાય અવિરત વહે તેવું ઈચ્છું છું....
મારી કલ્પનાને પાંખો ફૂટે અેવું કોઈ જહાજ શોધું છું;
એ જહાજ સદાય અસ્ખલિત ઉડે તેવું ઈચ્છું છું....
ડૉ.સેજલ દેસાઈ ?