કેમ શ્વાસ આ આબોહવા ની બ્હાર વઇ ગયાં?
થોડું મરી અમે જીવવા તૈયાર થઇ ગયાં!
છે આંખ સામે આયનો ને આયના માં કોણ?
ખુદ ની જ ઓળખ પામવાં કિરતાર વઇ ગયાં!
તું આવ પાછળ, જઇ આગળ પડછાયો મને કહે?
એ જાણતો નથ કેટલાં ભવ પાર થઇ ગયાં!
લ્યો,મેં આંગળી અડાવી ને જ્યાં કળશ ઢોળ્યો
ત્યાં જ પરમ પોખવાં તૈયાર થઈ ગયાં!
નવ ફુટેલાં એ કૂંપણ પર ઓજબૂન્દ દીઠાં
ને તે ભી વર્ષા લાવવાં તૈયાર થઈ ગયાં!
કેમ માનતું નથ મન,મનુજ ભટકે છે મૃગજળ માં?
જરાં, ભાવ ધરી તરે તો દરિયા પાર થઇ ગયાં!
કોઈ સાંભળે તો કહી શકો ને અંતર ની વાતો?
અહીં અંતરો એ નિરંતર અંતરાળ થઈ ગયાં!
પ્રભુ,તું હસી ને વાયદો આમ કરતો ન જા
કે હવે, કાયદેસર કોર્ટ ના કરાર થઇ ગયાં
બોલ,કેટલું તું પામ્યો ને કેટલું મેલી ગયો?
રે,મેલી ગયો તેના ભી વારસદાર થઇ ગયાં!
હું કેમ કહી શકું?,મેં હીરે જડાવી છ વીંટી
કે આ આંગળા સૌ, એ વીંટી ની પાર વઇ ગયાં!
લ્યો,લાગણી ની એ સ્થિતિ ને કેમ વર્ણવું?
મને રડતો જોઇ, કેટલાંયે ખુશહાલ થઇ ગયાં!
હું ચિલ્લર લઇ હાથ માં ,બસ સાથ -સાથ ફર્યો?
ને,એ છુટ્ટા નથ કઇ, ને માલામાલ થઇ ગયાં!
મને ખ્યાલ છે એકેય ના , જવાબ નહીં મળે!
કે બંધુઓ કેટલાં સવાલ થઈ ગયાં?
તમે શાણા છો કે સમજો છો,આ નાચિઝ ને
બાકી તો કેટલાય ભેંસ ને ભરવાડ વઇ ગયાં?
એવો તો સમજદાર નથ કે હું કરું કથા
ને તોય છતાં મુજને સાંભળનાર મળી ગયાં!
ભઇ આપણે નસીબદાર કે ગીતા નો હાથ ઝાલ્યો
બાકી તો કંઈ કેટલાં યુદ્ધ માં જ ટળી ગયાં
અર્જુન બની ને એકલાં ઉભા રહો રણ મધ્ય
પછી જુઓ એ સંસાર થી રથ પાર લઈ ગયાં!
લે,હું ભલો છું માનવ મારે ઈશ્વર નથી થવું
બસ,સજ્જન બન્યો તો આવી સૌ હાર દઈ ગયાં?
છે કંઈક તો કારણ કે તું પુજાય છે પ્રભુ
નૈ તો માનવી ભી કેટલાં નભ પાર વઇ ગયાં?
હું શોધું છું તને ક્યારનો તું મળતો કાં નથી?
લાવ,ભોગ ધર કે મારાં શણગાર થઈ ગયાં!
હવે,તું જ હું છું હું જ તું છે કેમ કરી કહું?
કે જોને મુજ પર કેટલાં અધિકાર થઇ ગયા!
મન વન લીલું છ માધવ વિહાર કરો પ્રેમ થી
બેસો ચિત્તે કે જ્યાં ચકોર ચરાચરે ફરી રહ્યાં
મળશે ક્ષણીક લાવો એ રોજ ના હોય
કે પરમ આવી વહેમ ની વણઝાર લઇ ગયાં!
જોતો જ રહ્યો હું ફક્ત ને વાણી બળ સમ!
તે સમક્ષ આવી શ્વાસ પર અધિકાર કરી ગયાં?
હવે,દેહ તું તું આતમ ને તું ભાવ વિચાર!
મારાપણા ની માટલી એ માથે લઇ વઇ ગયાં?
તું બોલ કંઈક ને તોલ કંઈક હું ભી કંઈક છું
એક બુંદ ને શાને દરિયે તોખાર લઇ ગયાં?
જોજે ક્ષિતિજ દેખાય છે ને આવશે ભાનુ
પછી,બુંદ થી જ આભ માં શણગાર થઈ ગયાં!
આ હું જ છું વિચાર જ્યાં કર્યો
ને ત્યાં જ વાદળ મેઘ સંગ ઘનધાર થઈ ગયાં?
હવે,મેઘ વરસે દેહ વરસે, વરસે ચરમ -પરમ
ને ધરા ના રોમ -રોમ સિતાર થઇ ગયાં!
હું એક અણઘટ માનવી ને આપ ઈશ્વર સાક્ષાત
તો ભી કાં મુજ સંગ તકરાર કરી રહયાં?
હે જીવ,શ્વાસ આ આબોહવા ની બ્હાર વઇ ગયાં!
થોડું મરી અમે ફરી જીવવા તૈયાર થઈ ગયાં ?
ઝલક