અવસર વિરહનો....!
જે અવસર ની કેટલા દિવસથી રાહ જોતા હતા આખરે આજ એ અવસર ઉકલી ગયો. આખા દિવસ નો થાકેલો સુરજ પણ હવે ડુબવાને આરે હતો. ઘરના ઓરડામાં મંદિરયામાં દીવો ઝગમઘતો હતો ત્યાં એક ખૂણા માં કોઈક નો ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ આવતો હતો. આ એજ બાપ હતો જે દીકરી ની વિદાય હજી સુધી દિલ માં તાજી રાખી ને બેઠો હતો.
દિલ હજી માનવને તૈયાર નહતું, ત્યાં મન ના વિચારો તોફાની દરિયાના મોજાની જેમ વારે વારે પ્રહાર કરતા હતા. એક દીકરી જ હતી જે બાપ ના આશુ ના ભાર ને હળવો કરવા સક્ષમ હતી. પર્વત પરથી નદી વહેતી હોય એમ આજે પર્વત જેવી છબી ધરાવતા બાપ ની આંખ ઉભરાતી હતી. આવું કરુણ દ્રશ્ય ઉંબરે ઉભી પત્ની ગળે આંશુ નો ડૂમો ભરી જોતી રહી.
પતિ નું આ રૂપ પત્ની એ પણ આજે જ જોયું હતું, પોતાની માં થી રિસાઈ ગયેલું બાળક ખૂણો પકડી બેઠું હોય એમ આજ એક બાપ ચુપચાપ બેઠો હતો. સમય પણ જાણે પરીક્ષા લેતા હોય એમ આકરો લાગતો હતો. એક દીકરી ની વિદાય આટલી સેહમી સી હશે એ આ બાપ ને જોતા સમજાતું હતું. વાત્સલ્ય વરસાવતી પત્ની પતિની બાજુમાં બેસતા બંને એકબીજાને લાચાર નજરે જોતા રહ્યા.
" ડાળી થી જુદુ થયેલ ફૂલ ઘડી માં મુરઝાય જશે,
વિખરાઈ જતા પહેલા સુગંધ ચોમેર ફેલાવી જશે.
કેવી રીતે સમજાવું બાપ ની લાગણી દીકરી માટે,
વેદના અસહ્ય બનશે તો આંખોથી દરિયા ઉભરાઈ જશે. "
મિલન લાડ. વલસાડ.