એક વાત વ્હાલની....!
જેટલું વિચારશો, જેટલું લખશો તોય ઓંછુંજ પડશે કેમ કે આ શબ્દ જ નથી, કહેવાયું છે કે બાપ ની રાત ને પણ 'દિ' - કરી નાખે એનું નામ દીકરી. કોઈ એક વ્યાખ્યા ના આપી શકાય આ શબ્દ સમજવા માટે.
રાજા દશરથ પણ ખુદ નતમસ્તક થઇ ગયા જનક રાજા સામે. ત્યારે રાજા જનક આષ્ચર્ય થઇ પૂછે છે તમે આમ મારા સામે સર ઝુકાવો એ સારું નઈ કહેવાય. એ વખતે રાજા દશરથ કહે છે તમે તો દીકરીના પિતા છો, દીકરી આપવા માટે બેઠા છો અને હું આટલો સમૃદ્ધ છું છતાં મારા દીકરા માટે તમારી દીકરી માંગવા આવ્યો છું તો તમારે સામે સર કેવી રીતે ઉઠાવી શકુ. એક દીકરી ના પિતા હોવાની ખુશી રાજા જનક ના આંખ માં હર્ષ ની હેલી લાવી દે છે.
'દીકરી એટલે વ્હાલ નો દરિયો', 'લાગણી નો મીઠો અહેસાસ કરાવે એ દીકરી' આમ સંબંધ ની દ્રષ્ટિ એ જોઈએ તો દીકરી ઘરમાં સૌને જ પ્યારી હોય છે પણ પિતા અને દીકરી ના સંબંધ ની વાત કરીએ તો એ કદાચ માં અને દીકરી ના સંબંધ કરતા પણ કદાચ વધારે હશે. અને કદાચ એટલે જ પોતાની ઢીંગલી ને સાસરે વળાવતી વખતે બાપ નાના છોકરા ની જેમ દીકરી ને વળગી રોવા લાગે છે. અને એજ દીકરી જતા જતા ઘરમાં, આજુ બાજુ સૌ કોઈને કહેતી જાય છે પપ્પા નું ધ્યાન રાખજો. દીકરી ના મોં થી બોલાયેલો આ શબ્દ બાપ અને દીકરી ના ઘાઢ સંબંધ ની પ્રતીતિ કરાવે છે.
દીકરી ભલે નાની હોય ત્યારથી મોટી પણ થઇ જાય પણ એના પિતા માટે તો ઢીંગલી જ હોય છે. એની દરેક ઈચ્છા પુરી કરવા પિતા તત્પર હોય છે હંમેશા અને કદાચ એટલેજ દીકરી જીદ કરી પિતા ની પાસે કશું માંગતી નથી. એના માટે તો એના પપ્પા એટલે દુનિયાની બધી ખુશી. હું ખુદ એક દીકરી નો પિતા છું કદાચ એટલેજ આ લખી શક્યો. અને આ અનુભવ આપ જોડે શેર કરી શક્યો. લખવું તો ઘણું છે પણ બે લાઈન માં અંત કરીશ.
"આંખો માં અમી બની ઉતરી એ દીકરી હતી મારી,
હોઠો નું સ્મિત બની મહેકી એ દીકરી હતી મારી.
બીજા સંબંધો તો ઘણું શીખવાડી ગયા જીવનમાં,
પણ,
લાગણીનો જે દિલ માં અહેસાસ જગાડી ગઈ એ દીકરી હતી મારી."
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.