" ઉર મારુ ને ઊર્મિઓ તમારી
હૈયુ મારુ ને હેત તમારું
શબ્દો તમારા ને ભાવ અમારા
સ્નેહ તમારો ને સંગાથ અમારો
સ્પંદનો તમારા ને સંવેદના અમારી
ભવસાગર તમારો ને મુસાફરી અમારી
હે દેવ ઉતારજો પાર મઝધારીનૈયા અમારી
હે ગિરધર ગોપાલ સઘળું ય વિશ્વ અર્પણ
સ્વીકારજો મુજ વિશ્વાસ નું ભાવુક તર્પણ
સઘળી સૃષ્ટિના અદભૂત રચના તમારી
દેજે તુજ ચરણો માં તસુ જગ્યા અમારી"