#AJjaini
વિશ્વાસ..., દૃષ્ટિકોણ સ્ત્રીના મતે..!
તારા શ્વાસમાં, શ્વાસ હું મારા ભરું,
આથી વધુ વિશ્વાસની શું વાત કરું!
નામ પાછળ મારા, નામ તારું લખું,
આથી વધુ હકની હું શું વાત કરું !
છોડી આવી સ્વજન મારા તારા માટે,
આથી મોટા બલિદાનની શું વાત કરું!
નથી ખબર મને કાલ મારી કેવી હશે!
છતાંય મારી હું આજ તારે નામ કરું!
રહી સ્ત્રીની જગ્યાએ વિચારી જોને,
શું સહેલું છે એટલું? જો આ હું કરું!
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.