મિલનની વાત લાગે છે...!
મધમ મધમ હવામાં શેની આ સુંગધ લાગે છે?
ભળી હોય સોડમ એમ મહેંકતી રાત લાગે છે!
છે કાચી કુંવારિકા સંગે કોઈ માણીગર લાગે છે.
તળાવની પાળે બેઠી હંસલાની જોડ લાગે છે !
નિર્દોષ નજર, હોઠ પણ મૌન જણાતા લાગે છે.
બે હૃદયની જાણે પ્રથમ મિલનની વાત લાગે છે!
તીતીઘોડાનું તીણ તીણમાં મધુર સંગીત લાગે છે.
ભીની ભીની ઓસમાં પ્રસરતી માદકતા લાગે છે!
આભલે તારલિયામાં કંઇક તો ચડભળ લાગે છે,
જોઈ, નજર થી નજરમાં થયાની વાત લાગે છે!
મગ્ન બની બંને એકબીજામાં ખોવાયેલા લાગે છે,
પ્રેમસાધનામાં લીન એવા પ્રેમના સાધક લાગે છે!
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.