@વિધવા_કાનુન@
ભારત દેશમાં એવા ઘણા કાનુન છે જે મને ઘણી વાર સાપની જેમ ડંખે છે.
અને ઘણા કાનુન જે બનાવ્યા નથી તે બનાવવાની પણ જરુર છે અત્યારે
અેમાનો એક કાનુન એ બનાવવો જોઈએ
કે પતિના મરણ પછી સ્ત્રીને વિધવા થતી રોકવા અંગે....
તમે નહી માનો પણ હજુ એવા લાખો ભારત દેશના પરિવારો છે જે આવા ઘટ્યા નિયમનું પાલન કરે છે.જો પાલન કરવુ જ હોય તો સ્ત્રી જ શા માટે પતિના મુત્યુ પછી વિધવા બને પુરુષ કેમ નહી એને પણ બનાવો ને..???એ તો તમારો દિકરો છે એ થોડો બંને ..!!નહી લખી લેજો કાગળમાં જે દિકરી તમારા ઘરે આવી છે એ તમારી જ દીકરી છે એમ માનશો ને ત્યારે જ વિધવાપ્રથા નાબુદ થશે.
પતિના મુત્યુ પછી સ્ત્રી આઝાદ હોવી જોઈએ તેને તમે બંધીનો બનાવી શકો.
તે હમેશા ખુશ રહે,તે હમેશા હસતી રહે,એ જ તમારો પ્રથમ ધમઁ હોવો જોઈએ..
મે ઘણા દિવસ પહેલા એકલનારી શક્તિ મંચ વિશે સાંભળ્યું હતું.તેમા વિધવા, છૂટાછેડા થયેલ મહિલા સાથે આ સંસ્થા કાર્યરત છે. રાજ્યોની એકલ મહિલાઓ દ્વારા ૨૩ જુન અંતરરાષ્ટ્રીય વિડો ડે નિમિત્તે ૧૦૦૦૦ પોસ્ટકાર્ડ દ્વારા એકલ મહિલાઓએ પોતાના મન ની વાત પ્રધાન મંત્રીને કરી પોતાની સમસ્યાઓનું વર્ણન કર્યું હતું. પણ તેમા તેમના માટે પૈસાની વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી.તેમાની મોટા ભાગની(૮૫%)વિધવા સ્ત્રી હતી.
હું તો એમ કવ છુ આ સંસ્થા એ પ્રધાન મંત્રીને ૧૦૦૦૦ પત્ર લખી ને વિધવાપ્રથા નાબુતી માટે કાનુન બનાવા માટે માંગ કરવી જોઈએ
મારો વિચાર તો એ જ છે કે પતિના મુત્યું પછી સ્ત્રી વિધવાનો બને તેના માટે કોઈ સરકારી કાનુન હોવો જોઈએ....
૨૧મી સદીમાં સ્ત્રી આઝાદ હોવી જોઈએ.
લી.કલ્પેશ દિયોરા✅