હોઠ
આ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?
લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?
દિલમાં ઉઠેલ ભરતી ને ઓટ આવશે કદી ?
મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?
કોરો કાગળ અક્ષરો થી શોભશે કદી ?
બંધ પડેલ કલમને વાચા મળશે કદી ?
હૈયાથી હોંઠો ની સફર ને મુકામ મળશે કદી?
અવિરત લાગણીઓ નાં પ્રવાહ ને વિરામ મળશે કદી ?
ડૉ.સેજલ દેસાઈ,
સુરત.