પેન અને કાગળ વચ્ચે ની વાર્તાલાપ
પેને અભિમાન થી કહ્યું કે હે @કાગળ જો હું કેવું લખુ છું એ..
@કાગળ એ પ્રેમ થી કહ્યું કે એ @દોસ્ત હું તો રોજ જોતો જ નથી પણ અનુભવું છું તારું દર્દ.. કેમ એ તને ક્યારેય ખબર નહીં પડે.. પણ જરૂરી છે અાટલું દર્દ ભર્યુ લખાણ લખવું..?? શું તું પ્રેમ ભર્યા શબ્દ નો લખી શકે.??
હાં હું માનુ છું કે તને કોઈ છોડીને જતું રહ્યું છે પણ એનો અર્થ એ તો નથી ને કે તું એનો ગુસ્સો મારા પર ઉતારે હેં, યાર આમા મારો શું વાંક મેં શું ભુલ કરી.?? મારાં વિશે તો તેં ક્યારે પણ વિચાર્યું કે તું જ્યારે મારી પર ચાલે છે ત્યારે મારી પર શું વીતે છે એ..? નહીં ને..
અરે મારી તો છોડ ચલ એમનું તો વિચાર જે રોજ તારા શબ્દો વાંચીને ફક્ત ને ફક્ત દુઃખી જ થાય છે, પણ તું ક્યાથીં સમજે તું તો એક જ દુઃખી જે આ દુનિયામાં કેમ..? તારે તો ફક્ત ખોટી નફરત વ્યક્ત કરવી છે.. જાણી જોઈને આવાં દર્દ ભર્યા શબ્દો ને જન્મ આપે રાખે છે તું.. એ સત્ય તો તું પણ જાણે છે અને હું પણ જાણું છું પણ આ લોકો ને નથી ખબર યાર બસ અેતો તારા દર્દ ભર્યા શબ્દો વાંચીને મનમાં ખોટી ગ્રંથિ બાંધી જીવ્યા કરે છે.
અરે તને ખબર પણ છે @દોસ્ત કે તારા આ દર્દ ભર્યા શબ્દોને લોકો વાંચી ને વધુ ને વધુ દુઃખી થાય છે ફકત એક વાર વિચાર તો કર એ લોકો નું જે પડીને પણ ઉભાં થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તારા આ દર્દ ભર્યા શબ્દો એમને ઉભા જ નથી થવાં દેતાં..
લખવું જ હોય તો એવું લખ એ @દોસ્ત કે જેથી લોકો તારા શબ્દો વાંચીને ફરીથી ચાલતાં થય જાય.. બસ હવે આગળ મારે કશું કહેવું નથી.. આશા કરું કે તું મારી ભાવનાઓને સમજી શકીશ.. ?
જો મારાથી કંઈ અનુચિત લખાયું હોય તો તે બદલ ક્ષમા..??
અભિ